My Cart
0.00
My Cart
0.00
Blog
sharad-purnima-khadi-sakar

શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ,,,,,સમજો!

જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.

કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે.

વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે

આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે

આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર એક આયુર્વેદ મહાપ્રસાદ બની જાય છે*

આજે મૂળ વાત કરવી છે ખડીસાકરની,,,,!

શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે. શરદપૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે

ખડી સાકરની અંદર ચંદ્રની આવી નેચરલ અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ

એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ “શતમ જીવ શરદ:” તેવું બોલીએ છીએ કે 100વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો

“ગોસત્વમ્ પ્રાકૃતિક માર્ટ” થી 100% Chemical free 5 કિલો જેટલી Organic ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ , 9 મી ઓક્ટોબર 2022, રવિવાર ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે*

સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની

જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે

આવા સમયે આ ખડીસાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડીસાકર લેવાય તો એ દવાની અસર કરતાં વધુ સારી થશે.

થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ

આવી રહેલા નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુકતરી, બરફી કે મીઠાઈથી મીઠું કરાવવાને બદલે આવી ખડીસાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે આપ ઈચ્છો તો આવી સાકરનાં100 થી 200 ગ્રામનાં પેકેટ આપના સ્વજનોને ભેટમાં આપીને નિરોગી રાખવા પ્રયત્ન કરજો

આપણુ લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે

આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે
જે આપણા શરીરને નિરોગી રાખવાનું અતિ મહત્વનું કામ કરે છે

શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે

09 મી ઓક્ટોબરે શરદપૂનમ છે હજુ આપની પાસે પૂરતો સમય છે તો “ગોસત્વમ્ પ્રાકૃતિક માર્ટ” થી 100% Chemical free ખડી સાકર ખરીદીને લાવો અને અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ જરૂર લેજો

આવો,,, કુદરતના ખોળે જીવવા પ્રયત્ન કરશો તો બીમારીઓ આપના ઘરની બારીમાં ડોકિયું કરવા પણ નહીં આવે

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
 • Image
 • SKU
 • Rating
 • Price
 • Stock
 • Availability
 • Add to cart
 • Description
 • Content
 • Weight
 • Dimensions
 • Additional information
Click outside to hide the comparison bar
Compare