ખીચડો
સાંસ્કૃતિક પરંપરા મુજબ…
ઉતરાયણે ખવાતો ખીંચડો
ખાંણિયામાં ખંડાતો
તડકે સુકવાતો
સુપડે ઝટકાંતો
પાણીમાં પલાળાતો
ચુલે રંધાતો
સાત ધાનનો ખીંચડો
ખીચડો
આપણી જુની પરંપરા મુજબ કહેવાય છે કે ઉતરાયણે સાત ધાનનો ખીંચડો ખાવાથી પેટમાં દુખતું નથી તેનું કારણ અને મહત્વ
- જુવાર સાથે સાત કઠોળ ભેળવીને તૈયાર થતો ખીંચડો
- પથ્થરના ખાણિયામાં સાંબેલા દ્વારા ખાંડવાથી દરેક દાણાનું પથ્થર સાથે ઘર્ષણ થાય છે અને એની સાથે દરેક દાણામાં લોહતત્ત્વ ભળતું જાય છે.
- મંત્રૌચ્ચાર સાથે ખાંડવાથી શુદ્ધ ભાવ પ્રગટે છે.
- તડકે સુકવવાથી વિટામીન ડી મળે છે.
- સુપડાથી ઝાંટકીને ફોતરા અલગ કરવામાં આવે છે.
- આવી રીતે પરંપરાથી તૈયાર થાય છે ખાંડેલો ખીંચડો
બનાવવાની રીત
- ખીંચડો બનાવતા પહેલાં ખીંચડાને 6 કલાક ગરમ હુંફાળા પાણીમાં પલાળવો.
- ખીંચડો 2 રીતે બને છે. (1) વઘારેલો ખીંચડો (2) સાદો ખીંચડો
- (1) વઘારેલો ખીંચડો – તેલ ગરમ કરી રાઈ, જીરુ, હળદર, મીઠું, મરચું, લીલાં વટાણાં, લીલી તુવેર, લીલાં ચણા, તમાલપત્ર વગેરેથી વઘાર કરી પલાળેલા ખીંચડાને ભેળવીને બાંફીને બનાવવાથી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે.
(2) સાદો ખીંચડો – ફક્ત પલાળેલા ખીંચડામાં સ્વાદ અનુસાર મીઠું, લીલાં વટાણાં, લીલી તુવેર અને લીલાં ચણાં નાંખીને ખીંચડાને પાણીમાં બાંફીને તૈયાર કરવો. ત્યારબાદ જમતી વખતે તેમાં તલનું તેલ અથવા તો દેશી ગાયનું ઘી ઉમેરીને ખાંવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Recent Comments